શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

🌷તરણેતરનો મેળો🌷

💥Breaking News💥26-8-17

✍નરેશકુમાર-9408832850🌹

મિત્રો,
પરીક્ષામા કેટલાક પ્રશ્ન મેળા કે કોઇ ઉત્સવને લગતા હોય છે. હાલમા ગુજરાતનો સૌથી પ્રસિધ્ધ તરણેતરનો મેળો ચાલી રહ્યો છે ચાલો થોડી જાણકારી મેળવી યે
👇👇👇👇👇👇👇👇👇
🌷તરણેતરનો મેળો🌷

👇તિથિ👇
👉ભાદરવા સુદ ચોથ થી છઠ (પાંચમ-ૠષિપંચમી)

👇સ્થળ👇
👉ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર
👉તરણેતર ગામ
👉થાન, સુરેન્દ્રનગર

👇વિશેષતા👇
ગુજરાતનો સૌથી પ્રખ્યાત મેળો

☄આ મેળો રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ માટે પણ પ્રખ્યાત

☄ભરવાડ કોમના યુવક-યુવતીઓ હુડો નૃત્ય કરે છે

☄કોળી કોમની બહેનો ત્રણ તાળી રાસ રમે છે

☄દેશ-વિદેશથી પ્રવાસીઓ આ મેળાને જોવા આવે છે

💥ગુજરાત સરકાર દ્રારા દર વર્ષે ગ્રામિણ ઓલિમ્પિકનુ આયોજન અહીંયા  કરવામા આવે છે

☄આ રંગબેરંગી મેળામા સૌરાષ્ટ્રની વિવિધ જાતિઓ આહીરો-રબારીઓ-કાઠીઓ-ભરવાડો ઉપરાંત અનેક રંગબેરંગી ભરત ભરેલા પોષાકમાં લોકો એકઠા થાય છે

☄સામાન્ય દિવસોમા આ સ્થળ ઉજ્જડ લાગે છે પણ જ્યારે તરણેતરનો પ્રખ્યાત મેળો ભરાય છે ત્યારે ગુજરાત જ નહી પરંતુ ભારતભરના અને પરદેશના પ્રવાસીઓ પણ આવે છે
➖➖➖➖➖➖➖➖➖
💥લોકવાયકા મુજબ
☄દ્રોપદીનો સ્વયંવર અહીંયા  યોજાયો હતો. આ સ્વયંમવરમા અર્જુને મત્સ્યવેધ કર્યો હતો
☄તેથી આ ભૂમિ પાંચાલભૂમિ તરીકે પણ ઓળખાય છે

💥બીજી લોકવાયકા મુજબ
☄રાક્ષસ તારકાસુરનો નાશ કરવા માટે ભગવાન શિવથી પુત્રની ઉત્પતિ જરૂરી હતી
☄ઇન્દ્રની આજ્ઞાથી કામદેવે શિવને પ્રસન્ન કરવા, શિવની સેવા કરવાના બહાના લાગ જોઇને તેમની ઊપર મોહાસ્ત્રનો પ્રયોગ કરે છે
☄મોહાસ્ત્રના પ્રયોગથી દુભાયેલા મહાદેવ ત્રીજુ નેત્ર ખોલીને સન્મુખ ઉભેલા કામદેવને ભસ્મીભૂત કરી નાંખે છે.
☄કામદેવની પત્ની રતિ  વિલાપ કરતી મહાદેવની ક્ષમાયાચના કરે છે.
☄રતિ વિલાપથી આર્દ્ર બનેલા ભગવાન શિવ રતિને દ્રાપર યુગ સુધી રાહ જોવાનુ કહે છે
☄દ્રાપર યુગમા કામદેવ કુષ્ણને ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે અને રતિને પ્રાપ્ત થશે એવુ વરદાન ભગવાન શિવ રતિને આપે છે
☄આથી રતિએ ભગવાન શિવનુ ત્રીજુ નેત્ર એટલે કે ત્રિનેત્રેશ્વરનુ મંદિર બનાવી ભગવાન શિવના ત્રિનેત્ર લિંગની સ્થાપના કરી દ્રાપર યુગ સુધી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી તપશ્ચર્યા કરી
➖➖➖➖➖➖➖➖➖
💥ત્રિનેત્રેશ્વર મહાદેવનુ મંદિર

☄ત્રિનેત્ર શિવ-લોકભાષામા 'તરણેતર' (ત્રણ નેતર) થી પ્રખ્યાત

☄સોમપુરાઓની નાગરશૈલીમા બંધાયેલા આ મંદિરના સોલંકી કાળ પહેલાનુ જણાય છે

☄મંદિરની ત્રણેય બાજુએ આઠ-દસ પગથિયા ધરાવતા કુંડ છે. જેમા મંદિરનુ પ્રતિબિંબ પડે છે જે એક સુંદર દ્રશ્ય ઉભુ કરે છે. મધ્ય મા એક તુલસીનો ક્યારો છે

💥મંદિરનો જીર્ણોદ્ધાર
☄મંદિરના બાંધકામમા અવાર નવાર સુધારા થયા છે

☄જીર્ણ મંદિરના ફોટા ડો. બર્જેસે 1890મા લીધા હતા
☄ઇ.સ. 1899મા આ ફોટા ત્યાંના લખપતના રાજવી કરણસિંહજીને આપવામા આવ્યા હતા.

☄પુરાણા ખંડેર થઇ ગયેલા ભગવાન શિવના ત્રિનેત્રેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા 1902મા લખપતના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની યાદમા કરાવ્યા હતા.
☄50000 હજાર ખર્ચીને કળાકારી વાળુ શિખર બંધ મંદિર બંધાવ્યુ.

☄મંદિરના ગર્ભગૃહમાં આજે પણ લખપતના રાજવી કરણસિંહજીનો ફોટો મંદિરની મુલાકાતે આવેલને જોવા મળે છે.

☄સ્થાપત્યમા જુદી જુદી શૈલીઓ જોવા મળે છે

☄હાલના મંદિરની બાંધણી 14મી સદીના સ્થાપત્યની છે

☄આ મંદિરને પુરાતત્વ વિભાગ દ્રારા રક્ષિત જાહેર કરાયુ છે

☄શ્રી ઢાંકી આ મંદિરનો સમય ઇ.સ. 925 નો કહે છે
☄પરંતુ ડો. બર્જેસના ફોટા અનુસાર આ મંદિરનો સમયગાળો અગિયારમા સૈકાનો હોય તેવુ લાગે છે
➖➖➖➖➖➖➖➖➖
ખડ,પાણી ને ખાખરા, જ્યાં પાણા નહિ પાર, વગર દીવે વાળું કરે ઈ પડ રૂડો પાંચાળ
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ