શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

મહેસાણા-મેહોણા

💥Breaking News💥31-8-17

✍નરેશકુમાર-9408832850🌹

👇આજે ખાસ👇31 ઓગસ્ટ
ભાદરવા સુદ દસમ વિ.સં.2073

☄☄ મહેસાણા-મેહોણા☄☄

💥મહેસાણા શહેરનો આજે 660મો સ્થાપના દિવસ🎂🍫

🌷ચાવડા વંશના રાજપુત રાજા મેસાજી ચાવડાએ મહેસાણા નગરની સ્થાપના કરી હતી.

🌷"મેસાજી ચાવડાએ વિક્રમ સંવત 1414(ઇ.સ.1358) ના ભાદરવા સુદ દશમ રોજ શહેરનુ તોરણ અને મંદિર બંધાવ્યુ હતુ."
👆1932મા જયસિંહ બ્રહ્મભટ્ટે કરેલા વર્ણન મુજબ

☄જે જગ્યાએ તોરણ અને મંદિર બાંધી શહેરની સ્થાપના કરી હતી વિસ્તાર મા આજે પણ તોરણવાળી માતાનુ મંદિર છે અને તે વિસ્તાર તોરણવાળી માતા ચોકથી ઓળખાય છે

☄મોર્યકાળ, અનુમોર્યકાળ, ગુપ્તયુગ, ચાલુક્ય(સોલંકી), સલ્તનતકાળ, મૌગલકાળ, મરાઠાકાળ અને છેલ્લે ગાયકવાડ શાસનમા પણ મહેસાણાની ગરીમા અને અસ્મિતાની સાક્ષી પુરતા પુરવા મળ્યા છે
➖➖➖➖➖➖➖➖➖
💥જોવા અને જાણવાલાયક

☄ગાયકવાડે બંધાવેલ મહેલ  રાજમહેલ તરીકે ઓળખાય છે જેનુ અત્યારે જિલ્લા કોર્ટ મા પરિવર્તન કરવામા આયુ છે

🌷સુપ્રસિદ્ધ  બોંતેર કોઠાની વાવ

☄દુધસાગર ડેરી
👆મહેસાણાની આન-બાન અને શાન એવી મહેસાણા શહેરમા આવેલી દુધસાગર ડેરી મહેસાણાનુ ગૌરવ વધારે છે
👆ડેરીના વિકાસનુ  મુખ્ય કારણ દુધ આપવા માટે જાણીતી મહેંસાણી ભૈંસ

☄મંદિરો
👉તોરણવાળી માતા મંદિર
👉સીમંધર જૈન દેરાસર
👉સોમનાથ મંદિર
👉સ્વામિનારાયણ મંદિર
👉BAPS સંસ્થાન
👉સાંઇબાબા મંદિર

☄અમદાવાદ-પાલનપુર રાજમાર્ગ મહેસાણા શહેરની મધ્યમાથી પ્રસાર થાય છે

🌷અરવિંદબાગ  અને
🌷બિલાડી બાગ
જે શહેરની  શોભામાં વધારો કરે


👇મહેસાણા વણલખી વિશેષતા
🌷રાજકારણ માટે લેબોરેટરી
🌷આંદોલનો માટે સ્વર્ગ સમાન
🌷ઉત્તરગુજરાતનુ એપીસેન્ટર
🌷O.N.G.C.ની દુઝણી ગાય

👇રાજકીય અને વહીવટી👇

☄મહેસાણા -કલેકટર
શ્રી એચ. કે. પટેલ, આઈએએસ

☄મહેસાણા લોકસભા સાંસદ
👉જયશ્રીબેન પટેલ

☄મહેસાણા વિધાનસભા સભ્ય
👉નીતિનભાઇ પટેલ
  (નાયબ મુખ્યમંત્રી, ગુજરાત)

👇વહીવટી વિભાજન
☄મહેસાણા નગરપાલિકા
☄મહેસાણા જીલ્લા પંચાયત
☄મહેસાણા તાલુકા પંચાયત

💥મહેસાણા-જિલ્લો
🌷કુલ 10 તાલુકા

1-ઊંઝા
2-કડી
3-ખેરાલુ
4-બેચરાજી
5-મહેસાણા
6-વડનગર
7-વિજાપુર
8-વિસનગર
9-સતલાસણા
10-જોટાણા (નવરચિત)
➖➖➖➖➖➖➖➖➖
☄ભાજપનુ પાવરહાઉસ

💥અત્યારે ભલે નરેન્દ્ર મોદી અને અમિત શાહના જોરે બહુમતી મેળવી ભાજપ ફુંફાળા મારતુ હોય પણ એક સમય હતો જ્યારે કોઇ ભાજપને ઓળખતું પણ નહોતુ એવા સમયે 1984મા પ્રથમ વાર ચુંટણી લડેલા ભાજપને આખા દેશમાથી માત્ર બે જ લોકસભામાં સીટો મળી હતી જેમાંની એક લોકસભા સીટ મહેસાણા હતી

1-ડો.એ.કે.પટેલ
(મહેસાણા-ગુજરાત)
2-સી.જે.રેડ્ડી
(હનમકોંડા, આન્ધ્રપ્રદેસ)

2 થી 282 લોકસભા સીટ પર પહોંચેલા ભાજપના ઉદયની ગાથા ગાતુ મહેસાણા👍અને એજ મહેસાણાના વતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને દેશમાં પ્રથમવાર પુર્ણ બહુમતી અપાવી🙈

🙊અચરજ પમાડે એવુ👇
😳અમીર ભિખારી😳
નવાઇ લાગીને કોઇ ભિખારી અને એ પણ અમીર🤔

તો આવજો મહેસાણા એકવાર ક્યાંક રસ્તા ભટકતા એક એવા ભિખારી મળશે જે દેખાવ-પહેરવેશથી ભિખારી જ છે પણ દિલના અમીર છે🙊

🌷ગોદડીવાળા બાપુ તરીકે જાણીતા એક એવા જ ભિખારી ખિમજીભાઇ પ્રજાપતિ જે મહેસાણા શહેરની ગલીઓ અને મંદિર-મસ્જિદોમા ભટકી ભિખ માંગીને પોતાનુ ગુજરાન ચલાવે છતાં પણ નિયમિત રીતે તેઓ ગરીબ અનાથ અને જરૂરિયાત મંદ પરિવારના બાળકોને સ્કુલ યુનિફોર્મ, નોટબુક, અને જરૂરી સહાય કરે છે
તેમના આ કાર્ય માટે અનેક એવોર્ડ તેમને મળી ચુક્યા છે 😳
👆તો બોલો ભારતરત્નના અસલી હકદાર કોને ગણવા આવા દાનવીરને કે ધર્મના નામે ધતિંગ કરી અરબો રૂપિયાના આશ્રમો બાંધી માત્ર જલશા કરતા પાખંડી બાબાઓને🙈ના બાબા
➖➖➖➖➖➖➖➖➖
💥ચાલો આજે થોડુ મહેસાણાની લોકબોલીમાં વાત કરૂ

હવ એકવાર તો તન કિધુ તોય તન ભોન નઇં પડતુ દિ'યોર ક આજ આપડા મેહોણાનો બર્થડે છ ચ્યમ દિ'યોર પેલા તો બધુંય યાદ રેતુતુ'ન  હવ ચ્યમ સોંભડતુ નઇ ચ્યો જ્યો લ્યા😇

ના આવ તો કોંઇ નઈ હેંડતો થા નકર હુતો અમાર નીતિનભઇ ન બોલાવુ છુ કેક કાપવા અન ચમ નઈ આવ આવશીજ મન ખબર ચુંટણી આવ  એટલે વોટ લેવા'ન છ એટલે ઇ જરૂર આવશીજ.. મુ હાચુ કઉ તમાર હમ(સમ/સોગન)

કેમ=ચમ/ચ્યમ
ક્યાં=ચો/ચો'કણ
કોણ=કુણ
હુ=મુ
ચાલવુ=હેડવુ
ભાઇ=ભઇ
બેન=બુન
હા=હોવ
નહી=નઈ
છે=છ
તને=તન
ત્રણ=તૈન/તૈણ
પાંચ=પોંચ
નહીંતર=નકર
દિયોર=એક પ્રકારની મીઠી ગાળ

👆મિત્રો તમારા કોઇ મહેસાણાવાસી  મિત્ર હોય તો એમની સાથે રૂબરૂ વાત કરી લેજો કેમકે વાંચવા કરતા સાંભળવા મા વધુ મજા આવશે

(નોંધ-પોતાને મોડર્ન સાબિત કરવા સાવ આટલુ દેશી તો કોઇ નહી બોલે પણ હા જો મહેસાણાવાસી હશે તો થોડાક શબ્દો તો જરૂર ઓટોમેટીકલી એના મોંઢેથી નીકળી જ જશે 😁)

અને હા કેટલાક શબ્દો માત્ર મહેસાણા પુરતા સિમીત નથી રહ્યા એતો જે પોતે વાતચીત કરતા હશે એમને ખુદને જ ખબર પડી જશે👍

☄ભલે બોલી પહેરવેશથી સાવ દેશી લાગીએ છતાં પણ વડાપ્રધાન પદ સુધી પહોંચી ગ્યા અને અમેરીકા જેવી મહાસત્તાના પ્રમુખ પણ જેને પોતાના મિત્ર બનાવવા તૈયાર થતા હોય એવા અમે GJ2 વાળા🙈


મિત્રો આજે મહેસાણા  શહેરનો સ્થાપના દિવસ હોવાથી માત્ર મહેસાણા શહેર પુરતુ જ બાકી જીલ્લો તો બહૂ મોટો અનેક વિશેષતાઓ છે જે સમય મળશે તો ફરી ક્યારેક જણાવીશુ

🙏મહેસાણા🙏 શહેરમાં પ્રવેશ કરતા જ રાધનપુર સર્કલ પાસે બે હાથ જોડીને તમારૂ સ્વાગત કરતુ સ્ટેચ્યુ જોવા મળશે👏🙏

🙏તો જરૂરથી આવજો એક વાર મહેસાણા🙏 ભલે પધારો
➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ