રવિવાર, 3 માર્ચ, 2019

ગ્રુપમાં જોડાવવા માટે

ગામ


તાલુકો


જિલ્લો


Whatsapp નંબર


જાતિ
સ્ત્રીપુરુષ


મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2019

"my name is mahesh"

રવિવાર, 15 ઑક્ટોબર, 2017

EDUCTION news




















બુધવાર, 4 ઑક્ટોબર, 2017

કરેંટ અફેર્સ








બુધવાર, 13 સપ્ટેમ્બર, 2017

ક્વિઝ - 6

========================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 6
✍🏻મહેશકુમાર-7046296343
========================

🌹શબ્દ નિર્માણ 'સ્તા'🌹

🌹- સ્તા (બી.પી.કે.માં હું)
👉🏻પીસ્તા

🌹- - સ્તા (દેવદૂત)
👉🏻ફરિસ્તા

🌹- - સ્તા (ખાલી ખાલી, કારણવગર)
👉🏻અમસ્તા

🌹- - સ્તા -  (કકળાટિયો પડોશી)
👉🏻પાકિસ્તાન

🌹- - સ્તા (…આ ધારા મુજબ રજા રાખવી પડે)
👉🏻ગુમાસ્તા

🌹- સ્તા - - (યજમાન મહેમાનને કરાવે સંબંધ પ્રમાણે)
👉🏻નાસ્તાપાણી

🌹સ્તા - - (રશિયાના નવસર્જનવાળા)
👉🏻સ્તાલીન

🌹- સ્તા (રમૈયા..સ્તા વૈયા)
👉🏻વસ્તા

🌹- - - - - - - સ્તા (હરિયાલી ઔર…)
👉🏻રાસ્તા

🌹- - સ્ત (હાર)
👉🏻શિકસ્ત

========================
✍🏻મહેશકુમાર-7046296343
========================

લેબલ્સ:

સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017

ભારતનાં અગત્યનાં રાષ્ટ્રીય ઉધાનો અને અભયારણ્યો

========================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻મહેશકુમાર-7046296343
========================


🌹ભારતનાં અગત્યનાં રાષ્ટ્રીય ઉધાનો અને અભયારણ્યો🌹

🌳અભયારણ્યો🌳
🐅વન્યજીવ

🌹કાઝીરંગા (અસમ)
👉🏻ગેંડા, જંગલી ભેંસ, હરણ

🌹થરનું રણ (રાજસ્થાન)
👉🏻રણનું વરૂ, રણની બિલાડી, ઘોરાડ

🌹કન્હા (મધ્યપ્રદેશ)
👉🏻વાઘ, સાબર

🌹ગીર રાષ્ટ્રીય ઉધાન (ગુજરાત)
👉🏻સિંહ, દીપડા, ચિતલ

🌹વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉધાનો (ગુજરાત)
👉🏻 કાળિયાર, વરૂ, ખડમોર, ઘોરાડ

🌹કેવલાદેવ (ભરતપુર-રાજસ્થાન)
👉🏻પક્ષીઓ (યાયાવર અને સ્થાનિક)

🌹બાંદીપુર (કર્ણાટક)
👉🏻હાથી, રીંછ, સૂવર, જંગલી બિલાડા

🌹દચિગામ (કશ્મીર)
👉🏻હામુર (કશ્મીરી હરણ) કસ્તૂરીમૃગ

🌹કોર્બેટ (હિમાલયની તળેટી)
👉🏻વાઘ, હાથી, દીપડો, હરણ


========================
✍🏻મહેશકુમાર-7046296343
========================

વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા

========================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻મહેશકુમાર-7046296343
========================

🌹વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા🌹

🌹સર્પગંધા
👉🏻લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં

🌹લીમડો
👉🏻જીવાણુ પ્રતિરોધક તરીકે

🌹તુલસી
👉🏻શરદી, ઉધરસ, તાવ

🌹અર્જુન સાદડ
👉🏻હ્યદયરોગની સારવાર

🌹બીલી
👉🏻વાત અને કફ દોષો

🌹ગળો
👉🏻મધુપ્રમેહ, તાવ, સાંધાના દુ:ખાવા

🌹હરડે
👉🏻કબજિયાત, વાળ અંગેના રોગો

🌹આમળાં
👉🏻વાયુ-પિત્તને દૂર કરે, પાચક

🌹કરંજ
👉🏻ચામડીના, દાંત-પેઢાંના રોગો

========================
✍🏻મહેશકુમાર-7046296343
========================

ક્વિઝ - 5

=======================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 5
✍🏻મહેશકુમાર-7046296343
=======================

🌹ભારતમાં કૃષિ પછી ક્યો ઉધોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડી રહ્યો છે ?
👉🏻કાપડ ઉધોગ

🌹ઉમાશંકર જોષીએ વિસાપુર જેલમાંથી સૌપ્રથમ ક્યું એકાંકી લખ્યું હતું ?
👉🏻શહીદનું સ્વપ્ન

🌹કેન્દ્ર સરકાર દ્રારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મોસમ ક્યા મંત્રાલય હેઠળ કાર્યરત થયો છે ?
👉🏻સંસ્કૃતિ મંત્રાલય

🌹સૌથી મોટા આદિવાસી મેળા તરીકે પ્રખ્યાત શામળાજીનો મેળો ક્યારે ભરાય છે ?
👉🏻કાર્તિક પૂર્ણિમા

🌹હિમાલય ક્ષેત્રમાં શંકુવન જોવા મળે છે…………
👉🏻2500 થી 4500 મિટરની ઊંચાઈ પર

🌹ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
👉🏻ઓડિશા

🌹જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના  કિનારે આવેલું છે ?
👉🏻ઝેલમ

🌹ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?
👉🏻ઉત્તર પ્રદેશ

🌹આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?
👉🏻22 મે

🌹'ગઢપાટણ' તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?
👉🏻અડાલજ

=======================
✍🏻મહેશકુમાર-7046296343
=======================

લેબલ્સ:

🏻ક્વિઝ - 4

========================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 4
✍🏻મહેશકુમાર-7046296343
========================

🌹ક્યા શિખ ગુરૂએ પ્રત્યેક શીખ પાસેથી દશાંશ ધાર્મિક કર વસુલ કરવાની શરુઆત કરી અને સાધુ વસ્ત્ર ત્યાગી રાજસી વસ્ત્ર પહેરવાની શરૂઆત કરી ?
👉🏻ગુરૂ અર્જુનદેવ

🌹ભારતની ચાર તેલ સંશોધન શાળાના સ્થળો   પશ્વિમથી પૂર્વ બાજુની દિશામાં ગોઠવો.
👉🏻કોયલિ, કોચિ, પાણીપત, મથુરા

🌹ભારતમાં સૌથી વધુ કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે ?
👉🏻માળખાગત બેરોજગારી

🌹ભારતની પ્રથમ સમુદ્રી મોજા આધારીત વિધુત પરિયોજના ક્યા સ્થળે સ્થાપવામાં આવી છે ?
👉🏻વિઝિંગમ

🌹બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ?
👉🏻અનુચ્છેદ - 343(1)

🌹આંતર યુનિવર્સિટી ખેલોને પ્રોત્સહન આપવા ભારત સરકાર દ્રારા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ યુનિવર્સિટીને કઇ ટ્રોફી આપવામાં આવે છે ?
👉🏻મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી

🌹ઇ.સ.1798માં લોર્ડ વેલેસ્લી દ્રારા પ્રાસ્તાવિત સહાયકારી નીતિનો સ્વીકાર કરનાર સૌપ્રથમ ભારતીય શાસક કોણ હતું ?
👉🏻હૈદરાબાદના નિઝામ

🌹તારકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિનો સંબંધ શું છે ?
👉🏻ચુંટણી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન

🌹શ્યામાપ્રસાદ મુખરજી રાષ્ટ્રીય રુર્બન મિશનનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?
👉🏻કુરુભાત

🌹પત્રકાર તરીકેની ભૂમિકાના કારણે જેલ જનાર પ્રથમ ભારતીય કોણ છે ?
👉🏻બાળગંગાધર ટિળક

========================
✍🏻મહેશકુમાર-7046296343
========================

લેબલ્સ:

ક્વિઝ - 3

=======================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 3
✍🏻મહેશકુમાર-7046296343
=======================

🌹નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ?
👉🏻આગવા નૃત્ય

🌹રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ?
👉🏻મૃચ્છકટિકમ્

🌹' કચ્છનું લોક સંસ્કૃત  દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ?
👉🏻રાઠોડ રામસિંહ

🌹કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ?
👉🏻ખુશી યોજના

🌹મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ?
👉🏻કથકલી

🌹કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ?
👉🏻પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974

🌹એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ?
👉🏻રામાસ્વામી નાયકર

🌹કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ?
👉🏻કૃષિ ખર્ચ અને કિંમત આયોગ

🌹સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે.
👉🏻કલ્પક્કમ

🌹લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ?
👉🏻સ્પીકર

=======================
✍🏻મહેશકુમાર-7046296343
=======================

લેબલ્સ:

વિશ્વ આપઘાત નિવારણ દિવસ

💥Breaking News💥10-9-17

👇આજે ખાસ👇10 સપ્ટેમ્બર

💥વિશ્વ આપઘાત નિવારણ દિવસ

💥World Suicide Prevention Day

💥દર વર્ષે 10મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વભરમાં આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાય છે

💥શરૂઆત💥
☄વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)  અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્રારા 2003થી  દર વર્ષે 10મી સપ્ટેમ્બર ના રોજ "વિશ્વ  આપઘાત નિવારણ દિવસ" ઉજવવાની શરૂઆત કરાઇ હતી

💥હાલ(2017)મા 15મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાયો

💥ઉદ્દેશ💥
☄વિશ્વભરમાં આપઘાત નિવારણ અંગેની જાગૃતિ ફેલાવવી
☄આપઘાત માટે જવાબદાર કારણોમાથી લોકોને બહાર લાવવા અને આપઘાત કરતા રોકવા માટે વિશ્વભરમાં કાર્યક્રમો અને આયોજનો કરવા
---------------------------

🌹આપઘાત એટલે પોતાની મરજીથી પોતાના દેહનો જાતેજ ત્યાગ કરવો

🌹હાલના સમયમા આપઘાત કરવાના કિસ્સા ઘણા વધી રહ્યા છે જે ઘણુ ચિંતાજનક કહેવાય

☄વિશ્વભરમાં દર વર્ષે  આશરે 8 લાખ લોકો જેટલા મોત આપઘાતથી થાય છે જે પૈકી 1.35 લાખ (આશરે 17% મોત) ભારતમા નોંધાયા છે

☄વિશ્વભરમાં 15 થી 24 વર્ષના યુવાનો મા મોતનું મુખ્ય કારણ આપઘાત હોવાનુ જાણવા મળ્યુ છે

☄હાલના સમયમાં જ આપઘાત કરવા માટે મજબુર કરતી એક બ્લુ વ્હેલ નામની ગેમ પણ ચર્ચામાં છે

♨આપઘાત માટેના મુખ્ય કારણો

👉અત્યારના યુવાઓ સૌથી વધુ આત્મહત્યા કરે છે જેનુ મુખ્ય કારણ પ્રેમપ્રકરણ પણ છે
👉બેરોજગારી અને નોકરી/ધંધામા મળતી નિષ્ફળતા પણ આત્મહત્યા કરવા મજબુર કરે છે
👉ભણતર નુ ભાર, કૌટુંબિક સમસ્યાઓ, નાણાંકીય ભીડ, વ્યાજખોરોનો ત્રાસ પણ આપઘાત કરવા માટે જવાબદાર છે

મિત્રો
👉શુ આત્મહત્યા એજ અંતિમ પગલુ છે 🙄
👉શુ તમારી સમસ્યાનું કોઇ નિવારણ નથી કે તમારે આપઘાત કરવુ પડે😱
👉શુ તમે આપઘાત કર્યા પછી તમારા પરીવાર અને સ્નેહીજનો ની શુ હાલત થશે એ વિચાર્યુ🤔

☄માત્ર આપઘાત સમસ્યાનું નિવારણ નથી.. તમારી તકલીફો, સમસ્યાઓને તમારા નજીકના લોકો સામે રજુ કરો, દરેક સમસ્યાનું 100% સમાધાન મળી જ જશે
==========================
👇અંગત વાત👇

આપઘાત કરતા પહેલા તમારા પરીવારજનોની શુ હાલત થશે એ જરા વિચારી લેજો.....
☄22 જુલાઇ 2017ના રોજ અમારા નાના ભાઇ (cousin) એ પણ આવીજ રીતે આપઘાત કરી પોતાનો જીવ છોડ્યો  જેના કારણે અમારો પરીવાર હજુ પણ આઘાતમાં છે
☄ઘોડે બેસાડી પરણાવવાના સપના જોતા એ પિતાની શુ હાલત થઇ હશે ?
☄રક્ષાબંધન પર રાખડી બાંધ્યા વિના નિરાશ બહેનની શુ હાલત થઇ હશે ?

☄અને છેલ્લે એ મા ની શુ હાલત થઇ હશે છે જેને કષ્ઠ વેઠીને નવ મહિના પેટમાં રાખ્યા અને તમારા વાંક-ગુના હોવા છતાં હંમેશા તમારો જ પક્ષ લિધો હોય ??

👆જરા બે ઘડી તમારા પરીવારની તમારા ગયા પછી શુ હાલત થશે એ શાંતિથી વિચારી લેજો પછી કોઇ પગલુ ભરજો

ગુસ્સામા કે આવેશમા આવીને કોઇ ઉતાવળીયા પગલા ના ભરો

કચ્છ જિલ્લો

🌹કચ્છ જિલ્લો🌹

👉🏻 કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે.

👉🏻૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.

👉🏻 એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.

👉🏻પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. .

👉🏻અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચિન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.....

➖ મુખ્ય મથક:પશ્ચિમ-કચ્છ ભુજ, અને પૂર્વ-કચ્છ, ગાંધીધામ

➖ પ્રમુખ, જિલ્લા પંચાયત:
ત્રીકમભાઈ બિજલભાઈ છાંગા
વસ્તી

➖ ગીચતા:
૨૦,૯૨,૩૭૧ (૨૦૧૧)


➖ લિંગ પ્રમાણ:
૧.૦૫


➖ વિસ્તાર:
૪૫,૬૫૨ ચોરસ કિલોમીટર (૧૭,૬૨૬ ચો માઈલ)

➖ વાહન કોડ:GJ-12



          🌍 ભૂગોળ🌍

👉🏻 કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન,

👉🏻  પશ્ચિમ દિશામાં: અરબી સમુદ્ર

👉🏻 દક્ષિણમાં:કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠીયાવાડથી જુદું પાડે છે.

👉🏻કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે.

 👉🏻 જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર: ૪પ,૬પર ચો.કી.મી.
 છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે.

👉🏻ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે.

👉🏻 તાલુકા - ૧૦

👉🏻 શહેરો - ૧૦

👉🏻 ગામડા - ૯૫૦

✍ કચ્છમાં આવેલા તાલુકાઓ

➖અબડાસા
➖નખત્રાણા
➖ભચાઉ
➖અંજાર
➖ગાંધીધામ
➖માંડવી
➖મુન્દ્રા
➖રાપર
➖લખપત
➖ભુજ
👉🏻 વિધાનસભા બેઠકો

 અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ છ બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.

👉🏻 ભાષા
કચ્છી
ગુજરાતી
ઉપરાંત બહારથી વસવાટ કરેલ ની ભાષાઓ
➖ સિંધી,
➖ હિન્દી,
➖ અંગ્રેજી,
➖મરાઠી વગેરે ભાષાના લોકોની પણ મોટી વસ્તી કચ્છમાં વસવાટ કરે છે.


📖 ઇતિહાસ📖


કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩ મળી આવેલા,અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, ભારતનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલીક સ્થિતિની નજરે હાલ તે એશીયાના શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેણે અલ્લાહ બંધનું ર્સજન કરતાં, સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતા અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી.

➖ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું
⛰🏔🏔⛰🏔⛰🏔⛰
      ઇતિહાસિક સ્થળો
➖ માતાનો મઢ
 આશાપુરા માતાજીનું મંદિર

➖ કોટેશ્વર
 રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર

➖ નારાયણ સરોવર
પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર

➖ હાજીપીર
 હાજીપીરની દરગાહ

➖ જેસલ-તોરલ સમાધિ
અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ

➖ છતરડી
ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)


➖ લાખા ફૂલાણીની છતરડી
કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી

➖ સૂર્યમંદિર
કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય

➖ પુંઅરો ગઢ
નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ


➖ લખપતનો કિલ્લો
શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહૈણની સપાટ બનેલી ભૂમિ

➖ કંથકોટનો કિલ્લો
શિલ્પ સ્થાપત્ય

➖ તેરાનો કિલ્લો
શિલ્પ સ્થાપત્ય

➖ મણીયારો ગણ
શિલ્પ સ્થાપત્ય

➖ ધોળાવીરા
હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ

➖ કંથકોટ
પુરાતત્વ


➖ આયનામહેલ
સંગ્રહાલય, રાજમહેલ-ભુજ

➖ પ્રાગ મહેલ
રાજમહેલ-ભુજ

➖ વિજયવિલાસ પૅલેસ
રાજમહેલ-માંડવી


➖ ધ્રંગ
મેકરણ દાદા નું મંદિર


➖રવેચીમાનું મંદિર
રવ તીર્થધામ

➖પીંગલેશ્વર મહાદેવ
પર્યટન સ્થળ, દરિયાકાંઠો

➖ બિલેશ્વર મહાદેવ
પર્યટન, ધાર્મિક સ્થળ


➖ કાળો ડુંગર
ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર

➖ ધીણોધર
ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય

➖ ઝારાનો ડુંગર
ઐતિહાસિક ડુંગર


➖ મોટું રણ
સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર

➖ નાનું રણ
રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન


➖ ભદ્રેસર
જૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ

🌹મીઠા ઉદ્યોગ 🌹

👉🏻 જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે

👉🏻 જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે

➖ મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે

👉🏻 ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે.

➖ જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે.

 👉🏻 જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે.

➖ જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે

🌹 બંદરો  🌹

👉🏻ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે.

👉🏻 જે પૈકી ૩૬૦ કી.મી.નો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.

👉🏻 જિલ્લાના નાના મોટા કુલ્લ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે.

 👉🏻 કચ્છ જિલ્લામાં આવેલુ કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે.

👉🏻 આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે.

👉🏻 માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી  બાંધવાનું કામ શરુ થયુ છે.

👉🏻 આવનારા સમયમાં કચ્છ ખાતે ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.

👉🏻 કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા: અમિતાભ બચ્ચન

લેબલ્સ:

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2017

ક્વિઝ એન્ડ ડિબેટ ગ્રૂપ ક્વિઝ(અક્ષયભાઇ)

QUIZ & DEBATE

🍰કોઈ પણ વસ્તુ ને ૨૫% ખોટ થી વહેંચવામાં આવે તો તેની મુ.કી અને વે.કી નો ગુણોત્તર કેટલો થાય છે.?

A)8:4
B)3:4
C)4:3✔
D)2:3

🍰૧૨ ટેબલ ની પ.કી એ ૧૬ ટેબલ ની વે.કી જેટલી છે તો ખોટ કે નુકશાન કેટલા ટકા થાય?

A=15%
B=20%
C=25%✔
D=23%

🍰 એક માણસ બે બકરી ૧૨૦૦ ₹ માં વહેંચે છે જેમાં એક માં ૨૫% નફો અને બીજા માં ૨૫% ખોટ જાય છે તો સમગ્ર વ્યવહારમાં કેટલા ટકા નફો કે નુકશાન થાય ?

          1
A)  6-----% નુકશાન✔
          4

          1
B)  6-----% નફો
          4

          1
C)  3-----%નુકશાન
          4

          1
D)  3-----% નફો
          4

🍰 1 રૂપિયા ની 12 નારંગી વહેંચતા તેને 20% નુકશાન થાય છે જો તેને 20% નફો કમાવવો હોય તો 1 ₹ ની કેટલી નારંગી વહેંચવી પડે?

A=16
B=8✔
C=12
D=15

🍰મારો પગાર 10% ઘટાડવામાં આવે છે આ પગાર ને પહેલા ના પગાર જેટલો કરવા માટે કેટલા ટકા નો વધારો કરવો પડે?

           1
A) 11-----%✔
           9

            1
B)  12-----%
           9

            1
C)  10-----%
            9

          1
D)  9-----%
          9

🍰એક લંબચોરસ ની લંબાઈ 8 પહોળાઈ માં 30% નો વધારો કરવામાં આવે , તો તેનું ક્ષેત્રફળ કેટલા ટકા વધશે?

A)30%
B)35%
C)25%
D)69%✔

🍰બે વર્તુળ ની ત્રીજયાનો ગુણોત્તર 1:2 છે તો તેમના ક્ષેત્રફળ નો ગુણોત્તર કેટલો થશે?

A)1:2
B)2:4
C)1:4✔
D)3:4

🍰એક વ્યક્તિ વાર્ષિક ₹65000 કમાય છે પ્રથમ 9 મહિના ની કમાણી ₹47000 છે તો છેલ્લા ત્રણ મહિના ની કમાણી શોધો?

A)5000
B)6000✔
C)7000
D)8000

🍰એક સંખ્યા ના 56% અને 41% નો તફાવત 660 છે તો આ સંખ્યા ના 8% કેટલા?

A)352✔
B)356
C)360
D)400

🍰   1
     --------એટલે કેટલા ટકા?
        8

A)20%
B)12.5%✔
C)25%
D)33%

🍰એક દુકાનદાર
         1
   12-----%
        2
નુકશાન થી એક વસ્તુ વહેંચે છે જો તે વસ્તુને 51.80 ₹ વધુ કિંમતે વહેંચે તો તે તેને 6% લાભ થાય તો વસ્તુ ની મુ.કી કેટલી?.

A)280✔
B)300
C)240
D)320

🍰નરેશ ભાઈ એક બુક 75₹ માં વહેંચે છે તો તેમને બુક ની મુ.કી કેટલા નફો થાય છે તો બુક ની મુ.કી શોધો?

A)75
B)100
C)25
D)50✔

🍰જો મારો પગાર તારા પગાર કરતા 25% વધુ હોય તો, તારો પગાર મારા પગાર કરતા કેટલા ટકા ઓછો હશે?

A)15
B)30
C)20
D)25✔

🍰જો મારો પગાર તારા પગાર કરતા 25% વધુ હોય તો, તારો પગાર મારા પગાર કરતા કેટલા ટકા ઓછો હશે?

A)15
B)30
C)20✔
D)25

🍰એક માણસ નો પગાર 50% ઘટાડવામાં આવે છે ત્યારબાદ પાછો 50% વધારવામાં આવે છે તો તેને કેટલું નુકશાન થશે?

A)0%
B)25%✔
C)50%
D)75%

🍰B ની આવક A ની આવક કરતા 20% ઓછી છે તો A ની આવક B ની આવક કરતા કેટલા વધુ હોય?

A)20%
B)30%
C)25%✔
D)33%

QUIZ MASTER - AKASH BHAI

લેબલ્સ:

સુકન્યા સમૃદ્ધિ યોજના


🎲આજ ની ગ્રુપ DP🎲  

 👩🏻‍🎓🗯👩🏻‍🎓🗯 SSY 🗯👩🏻‍🎓🗯👩🏻‍🎓
                            👇🏾
   👩🏻‍🎓Sukanya  Samriddhi Yojana👩🏻‍🎓

          👩🏻‍🎓 સુકન્યા સમૃદ્ધિ યોજના 👩🏻‍🎓

💁🏻‍♂ શરૂઆત: ૨૨ જાન્યુઆરી ૨૦૧૫

💁🏻‍♂ સ્થળ:  પાણીપત, હરિયાણા

💁🏻‍♂ કોણે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

💭 સુકન્યા સમૃદ્ધિ યોજનાએ ભારત સરકારની સહાયતા યોજના છે જે છોકરીઓના માતા-પિતાને લક્ષ્યાંક બનાવે છે. આ સ્કીમ માતાપિતાને બાળકી માટે ભાવિ શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે ભંડોળ ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

💭 આ યોજનામાં શરૂઆતમાં વ્યાજનો દર 9.1 ટકા હતો પરંતુ હાલમાં 8.3 ટકા (જુલાઈ 2017 થી ઑક્ટોબર 2017 માટે) લેખે વ્યાજ મળે છે.

💭 આ યોજના અંતર્ગત ખાતું કોઈ પણ ભારતીય પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત વ્યાપારી બેંકોની શાખામાં ખોલી શકાય છે.

💭 ખાતું બાળકીના જન્મ સમયે થી 10 વર્ષની ઉંમર સુધી ખોલી શકાય છે.

💭 દરેક કન્યા દીઠ માત્ર એક જ એકાઉન્ટને મંજૂરી છે, માતાપિતા મહત્તમ બે કન્યા સુધી એકાઉન્ટ ખોલી શકે છે. (જોડિયા અને ત્રિપાઇ માટે મંજૂરી અપવાદ)

💭 આ એકાઉન્ટને ભારતમાં ગમે ત્યાં સ્થાનાંતરિત કરી શકાય છે.

💭 આ યોજના અંતર્ગત ₹ 1,000 ની ઓછામાં ઓછી રકમ વાર્ષિક ધોરણે જમા કરવામાં આવે છે.

💭 મહત્તમ થાપણ મર્યાદા ₹ 150,000 છે જો એક વર્ષમાં લઘુતમ ડિપોઝિટ ન કરવામાં આવે તો ₹ 50 નો દંડ વસૂલ કરવામાં આવે છે.

💭 આ યોજનામાં કન્યા 10 વર્ષની વય સુધી પહોંચે તે પછી તેના એકાઉન્ટનું સંચાલન કરી શકે છે.

💭 ઉચ્ચ શિક્ષણ હેતુઓ માટે 18 વર્ષની વયે 50% ઉપાડની પરવાનગી આપે છે.

💭 આ યોજનાની મૂડી અને વ્યાજ Income Tax Act 80C મુજબ ટેક્સમાં રાહત મળે છે.

💁🏻‍♂ 🅱haumik



            🎼આજ ની ગ્રુપ DP 🎼
             🌐 જ્ઞાન કી દુનિયા 🌐

લેબલ્સ:

ક્વિઝ -2

======================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ -2
✍🏻મહેશકુમાર-7046296343
======================

🌹ક્યા સાહિત્યકારે 'સત્યાર્થપ્રકાશ' નામના સમાચાર પત્રનું તંત્રીપદ શોભાવ્યું હતું ?
👉🏻કરસનદાસ મૂળજી

🌹ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા 'ઓપરેશન કલીન અપ' અંતર્ગત કોની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?
👉🏻એ.પી.શાહ

🌹દેશના કુલ વિદેશી મુદ્રા ભંડોળમાં ક્યા ઘટકનો સમાવેશ થતો નથી ?
👉🏻વર્લ્ડ બેન્ક પાસે સુરક્ષિત રકમ

🌹જો લિપ વર્ષ હોઇ તો શકસવંત મુજબ પ્રથમ દિવસ ક્યો હશે ?
👉🏻21 માર્ચ

🌹કઇ સમિતિએ પંચાયતી સંસ્થાઓ માટે વિકાસના કાર્યો અને નિયંત્રણની કાર્યવાહી અલગ કરવાની ભલામણ કરી હતી ?
👉🏻જી.વી.કે.રાવ સમિતિ

🌹રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)ની સ્થાપના કઇ સમિતિના ભલામણના આધારે કરવામાં આવી હતી ?
👉🏻શિવરામન સમિતિ

🌹ભરુચમાં ભરાતો મેઘરાજાની છડીનો ઉત્સવની શરુઆત યાદવ-વંશની કઇ પેટા-જ્ઞાતિ દ્રારા કરવામાં આવી હતી ?
👉🏻ભાઇ

🌹શ્રી વાજપેઇ બેંકબલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
👉🏻શહેરી અને ગ્રામીણ બેરોજગારોને રોજગાર

🌹ડાંગી આદિવાસીઓમાં પ્રખ્યાત 'પાવરી'એ કેવા પ્રકારનું વાઘ ગણાય છે ?
👉🏻સૂષિર વાઘ

🌹નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશને (NULM) હવેથી ક્યા નામે ઓળખવામાં આવશે ?
👉🏻દિન દયાળ અંત્યોદય યોજના

======================
✍🏻મહેશકુમાર-7046296343
======================

લેબલ્સ:

KBC 9 Episode -10🤹🏻‍


        🤹🏻‍♂KBC 9 Episode -10🤹🏻‍♂

        🎲08 September 2017🎲

              📚 જ્ઞાન કી દુનિયા 📚


👨🏻‍🎓 અલ્ઝાઇમરની બિમારી મુખ્યત્વે માનવ શરીરના કયા ભાગને અસર કરે છે?

[એ] આંખો
[બી] કાન
[સી] મગજ✅
[ડી] પેટ

👨🏻‍🎓 નવી દિલ્હીના હૃદયમાં ઔરંગઝેબ રોડ, તેનું વ્યક્તિગત નામ પછીનું નામ ફરી અપાયું હતું?

[એ] ગુરુ તેજ બહાદુર
[બી] એ પી. જે. અબ્દુલ કલામ✅
[સી] કાંશી રામ
[ડી] દારા શિકોહ

👨🏻‍🎓90 ના દાયકાની આ વાસ્તવિક જીવનની કળામાંથી ફિલ્મ 'જગ્ગા જાસુસ'ની પૃષ્ઠભૂમિની રચના કરે છે?

[એ] મોમ્બૅલ બ્લાસ્ટ્સ
[બી] ગણેશ આઇડોલ્સ મદ્યપાન દૂધ
[સી] પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસ✅
[ડી] જેસિકા લોઅલ મર્ડર

👨🏻‍🎓 કયા નદીના કિનારે ગાંધીજીએ  1917 માં તેમના આશ્રમની સ્થાપના કરી હતી, જે સ્થળની નજીક છે, જે ઋષિ દધચીના ગુરુકુળની જગ્યાએ માનવામાં આવે છે?

[એ] તાપી
[બી] નર્મદા
[સી] મહી
[ડી] સાબરમતી✅

👨🏻‍🎓 આમાંથી કયું વ્યક્તિત્વ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો પૂર્વજ નથી?

[એ] સુંદર પિચાઈ
[બી] અરવિંદ કેજરીવાલ
[સી] સત્ય નાડેલા✅
[ડી] નંદન નીલેકીની

👨🏻‍🎓 નીચેનામાંથી કોણ ભારતના વાઇસ-પ્રેસિડેન્ટનું બે સળંગ પદ માટેનું કાર્યાલય રાખ્યું છે?

[એ] મોહમ્મદ હમીદ અન્સારી✅
[બી] ભૈરોન સિંહ શેખાવત
[સી] શંકર દયાલ શર્મા
[ડી] કૃષ્ણ કાંત

👨🏻‍🎓 આમાંથી કઈ સ્પોર્ટ્સમાં મહિલાઓ અને પુરૂષોએ ભારત માટે ઓલિમ્પિક મેડલ્સ જીત્યા છે?

[એ] બેડમિંટન
[બી] બોક્સિંગ✅
[સી] શૂટિંગ
[ડી] વેઈટ લિફટીંગ

👨🏻‍🎓 ભારતનાં કયા રાજ્યમાં સૌથી વધુ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોની સરહદો છે?

[એ] ઉત્તર પ્રદેશ✅
[બી] આંધ્ર પ્રદેશ
[સી] મહારાષ્ટ્ર
[ડી] રાજસ્થાન

👨🏻‍🎓 અશોક પિલર, સરસ્વતી ક્ઓપ અને જોધાબી પેલેસને આમાંથી કઈ જગ્યાએ મળી શકે છે?

[એ] આમેર ફોર્ટ
[બી] કંદહાર
[સી] અલ્હાબાદ ફોર્ટ✅
[ડી] ફતેહપુર સિક્રી

👨🏻‍🎓 આમાંથી કયું ટાટા ગ્રુપનું સૌથી જૂનું હયાત વ્યવસાય છે?

[એ] ટાટા સ્ટીલ
[બી] ઇન્ડિયન હોટેલ્સ✅
[સી] ટાટા મોટર્સ
[ડી] ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ

👨🏻‍🎓 2008 માં ભારતની પ્રથમ આર્કટિક રિસર્ચ સ્ટેશનનું નામ શું છે?

[એ] મેત્રી
[બી] હિમાની
[સી] ઉત્તર ગંગોત્રી
[ડી] હિમાદ્રી✅

💁🏻‍♂ 🅱haumik


            📚 જ્ઞાન કી દુનિયા 📚

લેબલ્સ:

ક્વિઝ -1

======================
🌹જ્ઞાન સાગરની દુનિયા 🌹
✍🏻ક્વિઝ - 1
✍🏻મહેશકુમાર-7046296343
 ======================

 🌹જળ સંસાધનનો મુખ્ય સ્રોત ક્યો છે ?
👉🏻વૃષ્ટિ

🌹'પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત ક્યો છે ?
👉🏻નદીઓ

🌹કાવેરી નદીમાંથી કઇ નહેરનું નિર્માણ થયું ?
👉🏻નર્મદા નહેર

🌹ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ પ્રદેશ બનાવે છે ?
👉🏻મહાનદી

🌹કૃષ્ણા નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻આંધ્ર પ્રદેશ

🌹 દમોદર નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻ઝારખંડ

🌹કોસી નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻બિહાર

🌹ઝારખંડ રાજ્યની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઇ છે ?
👉🏻દમોદર ખીણ

🌹ઊંચી જાતની લોખંડની કાચી ધાતુનો સૌથી મોટો  જથ્થો ક્યા દેશમાં છે ?
👉🏻બ્રાઝિલ

🌹હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?
👉🏻અબરખની

=========================
✍🏻મહેશકુમાર-7046296343
=========================

લેબલ્સ:

👉🏻 જૂનાગઢ જિલ્લો 👈

વધુ વાંચો »More

લેબલ્સ: