રવિવાર, 10 સપ્ટેમ્બર, 2017

👉🏻 જૂનાગઢ જિલ્લો 👈


🌄👉🏻 જૂનાગઢ જિલ્લો  👈🏻🌄

👨🏻‍🌾➖ ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક છે.

👩🏻‍🌾➖ ગુજરાતનું સાતમું મોટું શહેર છે.

👨🏻‍🌾➖ પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં "જીર્ણગઢ" તરીકે કર્યો છે.

👩🏻‍🌾➖ જુનાગઢનો સામાન્ય અર્થ "જૂનો ગઢ" થાય છે.

👨🏻‍🌾➖ જુનાગઢનો ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો.

👩🏻‍🌾➖ સૌથી વધુ કુવા અહીં આવેલા છે.

👨🏻‍🌾➖ જૂનાગઢ ના અન્ય નામ  👇🏿
➖ ચંદ્રકેતુપુર
➖ જીર્ણપ્રાકાર
➖ યવનગઢ
➖ નગર
➖ જીર્ણદુર્ગ
➖ જીર્ણગઢ
➖ સુવર્ણ ગિરિનગર
➖ ઉગ્રસેનગઢ
➖ ખેંગારગઢ
➖ મુસ્તફાબાદ
➖ કિલ્લા-એ-ગિરનાર
➖ સાર્વભૌમાનરેન્દ્રપુર
➖ જુનાણું
➖ જુનોગઢ
➖ વાડીઓ નો જિલ્લો


👨🏻‍🎤🌞 પૃથ્વીરાજસિંહ ચૌહાણ 🌞👨🏻‍🎤

💭♥જ્ઞાન કી દુનિયા ♥💭
🌄👉🏿 જૂનાગઢ ઇતિહાસ 👈🏿🌄


👨🏻‍🎓➖જુનાગઢ ના દિવાન શાહનાવ્ઝ ભુટ્ટો એ  એ જુનાગઢ નું જોડાણ પાકિસ્તાન સાથે કરવાની જાહેરાત કરતા જુનાગઢ ની પ્રજામાં નિરાશા છવાઈ ગઈ હતી અને જેઠાલાલ રૂપાણી અને દયાશંકર દવે એ નવાબ ને જાણ કરી હતી કે જુનાગઢ ની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે તેમ છતાં ભુટ્ટો એ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે જુનાગઢ નું જોડાણ પાકિસ્તાન સાથે કરવામાં આવે છે તેવી જાહેરાત કરતા લોકો માં આક્રોશ ફેલાયો હતો.

👨🏻‍🎓➖જુનાગઢ ની પ્રજા ભારત સાથે રહેવા માંગે છે અને કોઈ પણ સંજોગો માં પાકિસ્તાન સાથે ભળવા માંગતી નથી તેની જાણ ગાંધીજી ને થતા ૨૪ સપ્ટેંબર ૧૯૪૭ ના રોજ દિલ્હી ની પ્રાર્થના સભા માં ગાંધીજી એ જાહેરાત કરી કે જુનાગઢ ભારત માં રહેવું જોઈએ ત્યારે આરઝી હકુમત ની સ્થાપના કરવામાં આવી  અને શામળદાસ ગાંધી ની વરણી કરવમાં આવી અને પ્રધાન મંડળ ની રચના કરવામાં આવી પ્રથમ આરઝી હકૂમતે રાજકોટ આવી જુનાગઢ હાઉસ નો કબજો મેળવ્યો અને નવાબ ને અહી રહેવાનું અશકય લાગતા વાટાઘાટો ના બહને પાકિસ્તાન ચાલ્યા ગયા અને આરઝી હકુમત નું જુનાગઢ માં આગમન થયું .

👨🏻‍🎓➖આરઝી હકુમત એક પછી એક ગામડા કબજે કરતા ગયા અને લોકો નો સાથ મળતો ગયો ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ જુનાગઢ આઝાદ થયું છે તેવી જાહેરાત કરવામાં આવી.

👨🏻‍🎓➖ ૧૩ નવેમ્બર ૧૯૪૭ નારોજ ભારત ના નાયબ વડા પ્રધાન સરદાર પટેલ કેશોદ એરોડ્રામ અપર આવ્યા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું ત્યાર બાદ જુનાગઢ આવી બહાઉદીન કોલેજ માં જંગી જન મેદની ને સંબોધી જેને  પાકિસ્તાન સાથે જવું હોય તે જાય તેવી ગર્જના કરી હતી અને ઉપસ્થિત જન મેદની એ ભારત  રહેવાનું પસંદ કરતા જુનાગઢ આઝાદ થયું હતું અને ૧૩ નવેમ્બર ના રોજ આરઝી હકૂમતે ઉપર કોટ માં ભારત નો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.


👨🏻‍🎤🌞 પૃથ્વીરાજસિંહ ચૌહાણ 🌞👨🏻‍🎤

💭♥જ્ઞાન કી દુનિયા♥💭

👨🏻‍🏫 સ્થાપના ➖ ૧૭૩૦

👨🏻‍🏫 ભારતમાં વિલિનીકરણ ➖ ૧૯૪૮

👨🏻‍🏫 હાલ ની ગવરમેન્ટ ➖
 ♦પ્રકાર - પંચાયતી રાજ
 ♦સમિતિ - જિલ્લા પંચાયત
 ♦ પ્રમુખ - વલ્લભભાઈ દુધાત
 ♦ જિલ્લા વિકાસ અધિકારી - અજય પ્રકાશ
 ♦ કલેક્ટર - ડૉ.રાહુલ ગુપ્તા
♦ મેયર - જીતુભાઈ હીરપરા
♦ મ્યુનિસિપલ કમિશ્નર - રાજેન્દ્રભાઈ ત્રીવેદી
♦ ધારાસભ્ય - મહેન્દ્ર મશરૂ

👨🏻‍🏫 કુલ વસ્તી ➖ ર૪,૪૮,૧૭૩
♦પુરુષ ➖ ૧૨,પ૨,૩પ૦
♦સ્ત્રી ➖ ૧૧,૯પ,૮૨૩
♦ગ્રામ્ય ➖ ૭,૨પ,૪પ૮
♦ શહેરી ➖ ૧૭,૨૨,૭૧પ

👨🏻‍🏫 વસ્તી ગીચતા ➖ ૩૧૦

👨🏻‍🏫 લિંગ પ્રમાણ ➖ ૯૫૨

👨🏻‍🏫 શિશુ લિંગ પ્રમાણ ➖ ૯૦૪

👨🏻‍🏫 સાક્ષરતા દર ➖ ૭૬.૮૮%
♦ પુરુષ - ૮૫.૮૯%
♦ સ્ત્રી - ૬૭.૫૯%

👨🏻‍🏫 સરહદો ➖
♦ પૂર્વ - અમરેલી
♦ પશ્ચિમ - પોરબંદર
♦ ઉત્તર - રાજકોટ
♦ દક્ષિણ - ગીર સોમનાથ

👨🏻‍🏫➖ જૂનાગઢ જિલ્લાના તાલુકા👇🏿

♦ કેશોદ
♦ જુનાગઢ ગ્રામ્ય
♦ જુનાગઢ શહેર
♦ ભેંસાણ
♦ માણાવદર
♦ માળિયા
♦ માંગરોળ
♦ મેંદરડા
♦ વંથલી
♦ વિસાવદર
➖ ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ આ જિલ્લામાંથી અલગ ગીર સોમનાથ જિલ્લાની રચના કરવામાં આવી.

👨🏻‍🏫➖ નવ રચિત જિલ્લા ના તાલુકા👇🏿

♦ વેરાવળ
♦ તાલાળા
♦ સુત્રાપાડા
♦ કોડીનાર
♦ ઉના
♦ ગીર ગઢડા

👨🏻‍🏫 મુખ્ય પાક ➖
♦ મગફળી (પ્રથમ)
♦ શેરડી
♦ કપાસ (પ્રથમ)
♦ ઘઉં
♦ બાજરી
♦ જુવાર
♦ ચણા
♦ મકાઈ
♦ કેળ
♦ કઠોળ

👨🏻‍🏫 મુખ્ય ખનીજો ➖
♦ ચોક
♦ લાઇમ સ્ટોન
♦ બોકસાઇટ
♦ સફેદ અને કાળો પથ્થર

👨🏻‍🏫 મુખ્ય વ્યવસાય ➖
♦ કૃષિ
♦ પશુપાલન
♦ માછીમારી

👨🏻‍🏫 પરિવહન વ્યવસ્થા ➖
♦ રેલ્વે - ૪૨૧ કિ.મી.
♦ રસ્તા - ૪૮૧૦ કિ.મી.
♦ બંદરો - ૧ (માંગરોળ)
♦ એરપોર્ટ - ૧ (કેશોદ)

👨🏻‍🏫 પોસ્ટ ઓફીસ ➖ ૯૭૪

👨🏻‍🏫 બેંક ની શાખાઓ ➖
♦ રાષ્‍ટ્રીયકૃત બેંકની - ૧૨૬
♦સહકારી,ખેતી અને ગ્રામીણ વિકાસ બેંકની - ૧૩
♦ કો-ઓપરેટીવ બેંકની - ૬૩
♦ગ્રામિણ બેંકની - ૨૨

👨🏻‍🏫 ઉદ્યાગો ➖
♦ લઘુ ઉધોગ એકમો - ૬૪૮૬
♦ મોટા ઔધોગિક એકમો - ૪૪
♦ ઔધોગિક સહકારી મંડળી - ૨૭પ

👨🏻‍🏫શિક્ષણ સંસ્થાઓ ➖
♦ પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦
♦ માધ્યમિક શાળાઓ - ૩૪૩
♦ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૧૪
♦ કોલેજ - ૧૬

👨🏻‍🏫➖ જૂનાગઢ ના શાસકો👇🏿

♦૧૭૩૫ - ૧૭૫૮: મોહમ્મદ બહાદરખાનજી (પહેલા)
♦ ૧૭૫૮ - ૧૭૭૫: મોહમ્મદ મહાબતખાનજી (પહેલા)
♦ ૧૭૭૫ - ૧૮૧૧: મોહમ્મદ હમિદખાનજી (પહેલા)
♦ ૧૮૧૧ - ૧૮૪૦: મોહમ્મદ બહાદરખાનજી (બીજા)
♦ ૧૮૪૦ - ૧૮૫૧: મોહમ્મદ હમિદખાનજી (બીજા)
♦ ૧૮૫૧ - ૧૮૮૨: મોહમ્મદ મહાબતખાનજી (બીજા)
♦ ૧૮૮૨ - ૧૮૯૨: મોહમ્મદ બહાદરખાનજી (ત્રીજા)
♦ ૧૮૯૨ - ૧૯૧૧: મોહમ્મદ રસુલખાનજી
♦૧૯૧૧ - ૧૯૪૮: મોહમ્મદ મહાબતખાનજી (ત્રીજા)

👨🏻‍🏫 લોકમેળા ➖

♦ મહાશીવરાત્રી
♦ ગિરનારની પરિક્રમા
♦ અષાઢી બીજનો પરબનો મેળો
♦ ખોરાસા
♦ વ્યંકટેશ્વર મંદિરનો મેળો
♦ ઉપલા દાતારનો ઉર્સનો મેળો
♦ કેશોદ અક્ષયગઢનો મેળો


👨🏻‍🎤🌞 પૃથ્વીરાજસિંહ ચૌહાણ🌞👨🏻‍🎤

💭♥જ્ઞાન કી દુનિયા♥💭

લેબલ્સ:

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ