સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017

વિશ્વ આપઘાત નિવારણ દિવસ

💥Breaking News💥10-9-17

👇આજે ખાસ👇10 સપ્ટેમ્બર

💥વિશ્વ આપઘાત નિવારણ દિવસ

💥World Suicide Prevention Day

💥દર વર્ષે 10મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વભરમાં આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાય છે

💥શરૂઆત💥
☄વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)  અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્રારા 2003થી  દર વર્ષે 10મી સપ્ટેમ્બર ના રોજ "વિશ્વ  આપઘાત નિવારણ દિવસ" ઉજવવાની શરૂઆત કરાઇ હતી

💥હાલ(2017)મા 15મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાયો

💥ઉદ્દેશ💥
☄વિશ્વભરમાં આપઘાત નિવારણ અંગેની જાગૃતિ ફેલાવવી
☄આપઘાત માટે જવાબદાર કારણોમાથી લોકોને બહાર લાવવા અને આપઘાત કરતા રોકવા માટે વિશ્વભરમાં કાર્યક્રમો અને આયોજનો કરવા
---------------------------

🌹આપઘાત એટલે પોતાની મરજીથી પોતાના દેહનો જાતેજ ત્યાગ કરવો

🌹હાલના સમયમા આપઘાત કરવાના કિસ્સા ઘણા વધી રહ્યા છે જે ઘણુ ચિંતાજનક કહેવાય

☄વિશ્વભરમાં દર વર્ષે  આશરે 8 લાખ લોકો જેટલા મોત આપઘાતથી થાય છે જે પૈકી 1.35 લાખ (આશરે 17% મોત) ભારતમા નોંધાયા છે

☄વિશ્વભરમાં 15 થી 24 વર્ષના યુવાનો મા મોતનું મુખ્ય કારણ આપઘાત હોવાનુ જાણવા મળ્યુ છે

☄હાલના સમયમાં જ આપઘાત કરવા માટે મજબુર કરતી એક બ્લુ વ્હેલ નામની ગેમ પણ ચર્ચામાં છે

♨આપઘાત માટેના મુખ્ય કારણો

👉અત્યારના યુવાઓ સૌથી વધુ આત્મહત્યા કરે છે જેનુ મુખ્ય કારણ પ્રેમપ્રકરણ પણ છે
👉બેરોજગારી અને નોકરી/ધંધામા મળતી નિષ્ફળતા પણ આત્મહત્યા કરવા મજબુર કરે છે
👉ભણતર નુ ભાર, કૌટુંબિક સમસ્યાઓ, નાણાંકીય ભીડ, વ્યાજખોરોનો ત્રાસ પણ આપઘાત કરવા માટે જવાબદાર છે

મિત્રો
👉શુ આત્મહત્યા એજ અંતિમ પગલુ છે 🙄
👉શુ તમારી સમસ્યાનું કોઇ નિવારણ નથી કે તમારે આપઘાત કરવુ પડે😱
👉શુ તમે આપઘાત કર્યા પછી તમારા પરીવાર અને સ્નેહીજનો ની શુ હાલત થશે એ વિચાર્યુ🤔

☄માત્ર આપઘાત સમસ્યાનું નિવારણ નથી.. તમારી તકલીફો, સમસ્યાઓને તમારા નજીકના લોકો સામે રજુ કરો, દરેક સમસ્યાનું 100% સમાધાન મળી જ જશે
==========================
👇અંગત વાત👇

આપઘાત કરતા પહેલા તમારા પરીવારજનોની શુ હાલત થશે એ જરા વિચારી લેજો.....
☄22 જુલાઇ 2017ના રોજ અમારા નાના ભાઇ (cousin) એ પણ આવીજ રીતે આપઘાત કરી પોતાનો જીવ છોડ્યો  જેના કારણે અમારો પરીવાર હજુ પણ આઘાતમાં છે
☄ઘોડે બેસાડી પરણાવવાના સપના જોતા એ પિતાની શુ હાલત થઇ હશે ?
☄રક્ષાબંધન પર રાખડી બાંધ્યા વિના નિરાશ બહેનની શુ હાલત થઇ હશે ?

☄અને છેલ્લે એ મા ની શુ હાલત થઇ હશે છે જેને કષ્ઠ વેઠીને નવ મહિના પેટમાં રાખ્યા અને તમારા વાંક-ગુના હોવા છતાં હંમેશા તમારો જ પક્ષ લિધો હોય ??

👆જરા બે ઘડી તમારા પરીવારની તમારા ગયા પછી શુ હાલત થશે એ શાંતિથી વિચારી લેજો પછી કોઇ પગલુ ભરજો

ગુસ્સામા કે આવેશમા આવીને કોઇ ઉતાવળીયા પગલા ના ભરો

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ