સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017

કચ્છ જિલ્લો

🌹કચ્છ જિલ્લો🌹

👉🏻 કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે.

👉🏻૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.

👉🏻 એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.

👉🏻પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. .

👉🏻અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચિન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.....

➖ મુખ્ય મથક:પશ્ચિમ-કચ્છ ભુજ, અને પૂર્વ-કચ્છ, ગાંધીધામ

➖ પ્રમુખ, જિલ્લા પંચાયત:
ત્રીકમભાઈ બિજલભાઈ છાંગા
વસ્તી

➖ ગીચતા:
૨૦,૯૨,૩૭૧ (૨૦૧૧)


➖ લિંગ પ્રમાણ:
૧.૦૫


➖ વિસ્તાર:
૪૫,૬૫૨ ચોરસ કિલોમીટર (૧૭,૬૨૬ ચો માઈલ)

➖ વાહન કોડ:GJ-12



          🌍 ભૂગોળ🌍

👉🏻 કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન,

👉🏻  પશ્ચિમ દિશામાં: અરબી સમુદ્ર

👉🏻 દક્ષિણમાં:કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠીયાવાડથી જુદું પાડે છે.

👉🏻કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે.

 👉🏻 જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર: ૪પ,૬પર ચો.કી.મી.
 છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે.

👉🏻ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે.

👉🏻 તાલુકા - ૧૦

👉🏻 શહેરો - ૧૦

👉🏻 ગામડા - ૯૫૦

✍ કચ્છમાં આવેલા તાલુકાઓ

➖અબડાસા
➖નખત્રાણા
➖ભચાઉ
➖અંજાર
➖ગાંધીધામ
➖માંડવી
➖મુન્દ્રા
➖રાપર
➖લખપત
➖ભુજ
👉🏻 વિધાનસભા બેઠકો

 અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ છ બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.

👉🏻 ભાષા
કચ્છી
ગુજરાતી
ઉપરાંત બહારથી વસવાટ કરેલ ની ભાષાઓ
➖ સિંધી,
➖ હિન્દી,
➖ અંગ્રેજી,
➖મરાઠી વગેરે ભાષાના લોકોની પણ મોટી વસ્તી કચ્છમાં વસવાટ કરે છે.


📖 ઇતિહાસ📖


કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩ મળી આવેલા,અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, ભારતનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલીક સ્થિતિની નજરે હાલ તે એશીયાના શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેણે અલ્લાહ બંધનું ર્સજન કરતાં, સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતા અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી.

➖ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું
⛰🏔🏔⛰🏔⛰🏔⛰
      ઇતિહાસિક સ્થળો
➖ માતાનો મઢ
 આશાપુરા માતાજીનું મંદિર

➖ કોટેશ્વર
 રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર

➖ નારાયણ સરોવર
પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર

➖ હાજીપીર
 હાજીપીરની દરગાહ

➖ જેસલ-તોરલ સમાધિ
અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ

➖ છતરડી
ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)


➖ લાખા ફૂલાણીની છતરડી
કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી

➖ સૂર્યમંદિર
કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય

➖ પુંઅરો ગઢ
નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ


➖ લખપતનો કિલ્લો
શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહૈણની સપાટ બનેલી ભૂમિ

➖ કંથકોટનો કિલ્લો
શિલ્પ સ્થાપત્ય

➖ તેરાનો કિલ્લો
શિલ્પ સ્થાપત્ય

➖ મણીયારો ગણ
શિલ્પ સ્થાપત્ય

➖ ધોળાવીરા
હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ

➖ કંથકોટ
પુરાતત્વ


➖ આયનામહેલ
સંગ્રહાલય, રાજમહેલ-ભુજ

➖ પ્રાગ મહેલ
રાજમહેલ-ભુજ

➖ વિજયવિલાસ પૅલેસ
રાજમહેલ-માંડવી


➖ ધ્રંગ
મેકરણ દાદા નું મંદિર


➖રવેચીમાનું મંદિર
રવ તીર્થધામ

➖પીંગલેશ્વર મહાદેવ
પર્યટન સ્થળ, દરિયાકાંઠો

➖ બિલેશ્વર મહાદેવ
પર્યટન, ધાર્મિક સ્થળ


➖ કાળો ડુંગર
ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર

➖ ધીણોધર
ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય

➖ ઝારાનો ડુંગર
ઐતિહાસિક ડુંગર


➖ મોટું રણ
સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર

➖ નાનું રણ
રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન


➖ ભદ્રેસર
જૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ

🌹મીઠા ઉદ્યોગ 🌹

👉🏻 જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે

👉🏻 જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે

➖ મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે

👉🏻 ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે.

➖ જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે.

 👉🏻 જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે.

➖ જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે

🌹 બંદરો  🌹

👉🏻ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે.

👉🏻 જે પૈકી ૩૬૦ કી.મી.નો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.

👉🏻 જિલ્લાના નાના મોટા કુલ્લ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે.

 👉🏻 કચ્છ જિલ્લામાં આવેલુ કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે.

👉🏻 આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે.

👉🏻 માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી  બાંધવાનું કામ શરુ થયુ છે.

👉🏻 આવનારા સમયમાં કચ્છ ખાતે ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.

👉🏻 કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા: અમિતાભ બચ્ચન

લેબલ્સ:

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ