શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

❇PRESENT PERFECT TENSE (પૂર્ણ વર્તમાનકાળ)❇

❇❇❇❇❇❇❇❇❇❇❇❇
જ્ઞાન સાગરની દુનિયા ગ્રૂપ
❇❇❇❇❇❇❇❇❇❇❇❇

❇PRESENT PERFECT TENSE
(પૂર્ણ વર્તમાનકાળ)❇

  ✍🏻તમે પૂર્ણ વર્તમાનકાળની રચના શીખ્યા છો.અહીંયાં તમારે  પૂર્ણ વર્તમાનકાળની PASSIVE VOICEની (કર્મણિ પ્રયોગની) રચના શીખવાની છે.

✍🏻પૂર્ણ વર્તમાનકાળ દ્રારા વર્તમાનમાં પૂરી થયેલી ક્રિયા કે જેની અસર હજી વર્તમાનમાં છે તે સૂચવાય છે.જે JUST, JUST NOW, EVER, NEVER, ALREADY, YET, SINCE અને FOR દ્રારા સામાન્ય રીતે સુચવાયેલ હોઇ છે.

💬દા. ત.,   I *HAVE* JUST *FINISHED* MY WORK.
( મે હમણાં જ મારુ કાર્ય પૂરુ કર્યું છે.)

✍🏻 અહીંયાં કર્તાની સાથે HAS કે HAVE વપરાય છે અને તેની સાથે ભૂતકૃદંત વપરાય છે તે તમે શીખ્યા છો. હવે આ જ વાક્યને આપણે ' PASSIVE VOICE'માં ફેરવીએ તો નીચે પ્રમાણે ફેરફાર થશે :

💬દા. ત.,  MY WORK HAS JUST BEEN FINISHED BY ME.
(મારુ કાર્ય હમણાં જ મારાથી પૂરુ થયું.)


✍🏻 અહીંયાં  HAS + BEEN + ભૂતકૃદંત મૂકવાથી વાક્યરચના PASSIVE VOICEની બની છે. તમારે ખાલી જગ્યામાં યોગ્ય ક્રિયાપદનું રુપ મૂકવાનું છે. આ માટે વાક્યરચના ACTIVE VOICEની છે કે PASSIVE VOICEની તે તમારે કાળ ઓળખીને જાણી લેવું પડશે. આ માટે સરળતાથી યાદ રાખવા માટે ખાલી જગ્યા પહેલાં આપેલ ક્રિયાનો કરનાર પોતે ક્રિયા કરે છે કે કેમ તે તપાસો. જો તે પોતે ક્રિયાનો કરનાર હશે તો  વાક્યરચના 'ACTIVE VOICE 'ની સમજવી અને પોતે ક્રિયાનો કરનાર ન હોઇ તો વાક્યરચના 'PASSIVE VOICE'ની સમજવી.

✍🏻નોંધ : સામાન્ય રીતે અહીયાં ટુકો સમય દર્શાવતાં ક્રિયાવિશેષણો કે શબ્દસમૂહ વાક્યમાં વપરાય છે ; જેવા કે ___JUST, JUST NOW, EVER, NEVER, YET, COMPLETELY, ALREADY, RECENTLY, SINCE, FOR, THIS WORK, THIS MONTH, ETC.
            
✍🏻મહેશકુમાર-7046296343

લેબલ્સ:

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ